Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 22-04-2018

Live TV

X
Gujarati

1. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બાળઅપરાધ યૌનશોષણ કાયદામાં સુધાર કરવાના 2018ના વટહુકમને આપી મંજૂરી - તો ભાગેડુ આર્થિક અપરાધી અંગેના વટહુકમ પર પણ રાષ્ટ્રપતિએ મારી મંજૂરીની મહોર.

2. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા - સુરક્ષાદળોએ 14 નકસલીઓને કર્યા ઠાર - નકસલીઓ વિરૂદ્ધ ઓપરેશન ચાલુ.

3. પ્રધાનમંત્રીએ નમો એપના માધ્યમથી ભાજપના સાંસદો અને ધારાસભ્યોને કર્યા સંબોધિત - પ્રધાનમંત્રીએ કૌશલ્યવિકાસ માટેની રીતમાં બદલાવની જરૂરિયાત ઉપર મૂક્યો ભાર - સરકારના સ્વપ્ના સિધ્ધ કરવા આવી કાર્યશાળાઓ નિયમિત યોજાય તે ઉપર મૂક્યો ભાર - રાજયમાં ઠેરઠેર ભાજપ કાર્યકરોએ પ્રધાનમંત્રી સાથે કર્યો વાર્તાલાપ.

4. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય સંબંધો સુધારવા યોજાશે શિખર બેઠક આગામી 27મી અને 28મી એપ્રિલે જશે ચીન - વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પોતના સમકક્ષ વાંગચી સાથે કરી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત - સતલજ અને બ્રહ્મપુત્રા નદીના વોટરડેટા શેરીંગ, - નાથુલાથી માનસરોવરની યાત્રાની આ વર્ષથી થશે શરૂઆત તેમજ નિઃશસ્ત્રીકરણ અંગે થઇ હતી વાતચીત.

5. આજે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી ઠેરઠેર - પ્રધાનમંત્રીએ જળવાયુ પરિવર્તનના પ્રભાવને ઘટાડવામાં બધાએ હળીમળીને કામ કરવાનું કર્યું આહવાન - આપણી ભાવિ પેઢીઓ માટે સારી ધરતી બનાવવા ફરીથી પ્રદર્શિત કરી પ્રતિબદ્ધતા.

6. ધોલેરામાં વિશ્વના સૌથી મોટા સોલાર પાર્ક બનવા ઉપરાંત ,નવું એરપોર્ટ તથા ધોલેરા-અમદાવાદ વચ્ચેનો એક્સપ્રેસ વે છ લેનથી આઠ લેન કરવાનું જણાવતા ,મુખ્યમંત્રી વિજય રૂપાણી - સ્કીલ ટ્રેનિંગ સેન્ટરનું પણ ,કર્યું લોકાર્પણ.

7. ગુજરાત સરકારની મા અમૃતમ કાર્ડ યોજના રાજયના નાગરિકો માટે વરદાનરૂપ - દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક લોકોએ આ યોજના હેઠળ કર્યું પ્રાપ્ત નવજીવન - ગંભીર પ્રકારની બીમારીમાંથી મુક્ત થયેલા લોકોએ સરકાર પ્રતિ પ્રગટ કર્યો આભાર.

8. ભારતના પેટન્ટ વિભાગ દ્વારા મહારાષ્ટ્રના રત્નાગીરી આફુસનું પેટન્ટ રજીસ્ટર થતાં વિશ્વવિખ્યાત વલસાડી હાફુસના અસ્તિત્વ સામે પણ થઇ શકે છે ખતરો - પેટન્ટના વિરોધમાં વલસાડ જીલ્લાના ખેડૂતો અને વેપારી સંગઠનોમાં ચિંતાનું મોજું.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply