Submitted by gujaratdesk on
1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે બંને દેશોના સૈન્યોને વ્યૂહાત્મક માર્ગદર્શન કરવાનો કર્યો નિર્ણય- બંને નેતાઓ વચ્ચે પરસ્પર સંવાદ મજબૂત બનાવવા તેમજ શાંતિ જાળવવા થયા સહમત- પ્રધાનમંત્રી સ્વદેશ પરત.
2-પી.એમ મોદીએ શી જીનપિંગ સાથે ઈસ્ટ લેક કિનારે કર્યો નૌકાવિહાર-ચાયની ચુસ્કી સાથે અગત્યના મુદ્દાઓ પર થઈ ચર્ચા-આતંકવાદ સામેની લડાઈમાં સહયોગ માટે બંને દેશો પ્રતિબદ્ધ.
3- શિક્ષણ ક્ષેત્રે દિકરીઓ પ્રસરાવી રહી છે તેજોપૂંજ- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મધ્યપ્રદેશના સાગર વિશ્વવિદ્યાલયમાં દીકરીઓને વધાવી, દિક્ષાંત સમારોહમાં પદવી કરી એનાયત.
4.દેશના નિર્માણ સંસ્કૃતિને સાચવવા -ટકાવવા બ્રહ્મ સમાજનું મહત્વપૂર્ણ યોગદાન હોવાનું જણાવે છે મુખ્યમંત્રી - મહાત્મા મંદિર ખાતે બે દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનસ સમિટ પ્રદર્શનનું ઉદ્ધાટન કરતા અભ્યાસ, ચિંતન અને સંશોધનની જ્ઞાનની વૃત્તિ બ્રાહ્મણોમાં હોવાનું જણાવ્યું.
5-ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજે ઉજવાયો ગ્રામ શક્તિ દિવસ- પૂજ્ય બાપુના ગ્રામ સ્વરાજના સંદેશ સાથે ગામડાઓના સર્વાંગી વિકાસ માટે વિકાસકામોના થયા લોકાર્પણ.
6. UPSC ની સ્પર્ધાત્મક પરીક્ષામાં મમતાની મહત્વાકાંક્ષી પર સફળતાની મહોર- પરિશ્રમ એજ પારસમણી સૂત્રને ચરિતાર્થ કરતા અમદાવાદ સ્પિપાના 20 વિદ્યાર્થીઓ- કુલ 990 ઉમેદવારો થયા સફળ.
7. સરસ્વતી સન્માનથી 'સાધક' સિતાંશુ યશશ્ચચંદ્રની કાવ્યકૃતિ 'વખાર' વિભૂષિત- 'જટાયું' નું 'તોખાર' સરીખું આ સન્માન બિરલા ફાઉન્ડેશન તરફથી થશે એનાયત.