Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 30-03-2018

Live TV

X
Undefined

1.CBSE બોર્ડ પરીક્ષાના લીક થયેલાં પેપર્સ માટે , ફરીથી લેવાનારી પરીક્ષાની તારીખ જાહેર-12મા ધોરણની પરીક્ષા 25મી એપ્રિલે- 10મા ધોરણની તારીખ હવે પછી થશે જાહેર.

2.માર્ચના અંતિમ દિવસોમાં રાજ્યભરમાં મે મહિના જેવી ગરમી - સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 42.4 ડિગ્રી - સૂર્ય પ્રકોપથી નાગરિકો ત્રાહિમામ્- હજુ બે-ચાર દિવસ , યથાવત રહેશે આ પરિસ્થિતિ.

3.બાંધકામ ક્ષેત્રે સુરક્ષા તેમજ પારદર્શિતા લાવવા માટે , રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય - રાજ્યભરમાં 31 માર્ચ શનિવારથી લાગુ થશે , કોમન જી.ડી.સી.આર. - રિયલ એસ્ટેટના બિઝનેસને મળશે ગતિ -સસ્તા દરે મળશે આવાસ.

4.જુનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં , અમદાવાદની એલા વેનિલ વાલારિવને , 10 મીટર એર રાઈફલમાં જીત્યો ગોલ્ડ મેડલ- વિજય મેળવી પરત આવેલી એલા વેનિલનું , અમદાવાદ એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત.

5.નૈરોબીમાં વસતા કચ્છી સમુદાયને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી- કચ્છી સમાજ , વેસ્ટ કોમ્પ્લેક્ષના 25 વર્ષની કરી રહ્યો છે ઉજવણી.

6. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનનો , બનારસ હિન્દુ યુનિવર્સિટી સહિત દેશના 28 કેન્દ્રમાં આજથી પ્રારંભ - વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગ્રાન્ડ ફિનાલેના સ્પર્ધકો સાથે , સીધો સંવાદ કરશે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

7.રાજ્યની ચાર શક્તિ પીઠો પૈકીની એક એવા બેચરાજીમાં , ચૈત્રી મેળાનો પ્રારંભ - લાખોની સંખ્યામાં માઈ ભક્તો કરશે મા બહૂચરના દર્શન- 31 માર્ચ સુધી ચાલનારા મેળાને લઈ , મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી વિશેષ વ્યવસ્થા.

8. આજે ગુડ ફ્રાઈડે- અમદાવાદ સહિત દેશભરના દેવળોમાં થઇ વિશેષ પ્રાર્થના- સમાજમાં રહેલા પાપોને હણવા ,, અને પ્રેમ, શાંતિ તથા કરુણા નો સંદેશ આપવા , પ્રભુ ઈસુએ આજના દિવસે આપ્યું હતું પોતાના જીવનનું બલિદાન.

9.ગુજરાત કોંગ્રેસમાં , ફેરફારોનો દૌર- ગુજરાતના પ્રભારી તરીકે , અશોક ગેહલોતના બદલે યુવા નેતા રાજીવ સાતવની નિમણૂંક -લાલજી દેસાઈને , કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply