Submitted by gujaratdesk on
1.ધંધુકા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યું જળસંચય અભિયાનનું સમાપન- જળસંચય અભિયાનને ગણાવ્યું દેશનું સૌથી મોટુ અભિયાન - નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યા રાજ્યભરમાં સમાપન કાર્યક્રમ
2.ગુજરાત બોર્ડનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 55.55 ટકા પરિણામ જાહેર - ડાંગ જિલ્લાનું સૌથી વધુ 77.32 ટકા પરિણામ જાહેર- વિદ્યાર્થીનીઓએ 74.78 ટકાએ માર્યુ મેદાન - વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર
3.મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થતા મંત્રીમંડળના સભ્યોએ અલગ અલગ રાજ્યોમાં સિદ્ધિઓ કરી જાહેર - મોદી સરકારના પારદર્શક અને ભ્રષ્ટાચાર વિહીન શાસનની પ્રશંસા કરતા રાજનાથસિંહ અને શિવરાજસિંહ ચૌહાણ
4.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું "ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન" ગુજરાતમાં થયું સાકાર - રેંટિયાએ બે વર્ષમાં કારીગરોના જીવન બદલી નાંખ્યા - યુવાઓએ ચરખા અને ખાદીની ફેશનમાં લીધો રસ - ખાદી, ભારત ઉપરાંત અન્ય દેશોમાં થઇ પ્રચલીત
5.ઇન્ડોનેશિયા યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા સિંગાપોર - સિંગાપોર જતા પહેલાં મલેશિયાના 92 વર્ષના પીએમ મોહમ્મદ મહાતીરે પાઠવી હતી શુભેચ્છા - બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર થઇ ચર્ચા - 35 સમજૂતી પર હસ્તાક્ષર થવાની આશા
6.વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે યુવાનોને તમાકુ સેવનથી દૂર રહેવાના સંદેશ સાથે ગુજરાત સહિત દેશભરમાં યોજાયા જનજાગૃતિ કાર્યક્રમો - વડોદરામાં યોજાઇ વોકેથોન તો અમરેલીમાં ગુરૂ શિબિર, લઘુ શિબિર કરી ઉજવાયો દિવસ
7.કાળઝાળ ગરમી બાદ ગુજરાતીઓને ગરમીમાં થોડી રાહત - આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી - આગામી પાંચ દિવસમાં હિટવેવની કોઇ આગાહી નહી.