Submitted by developer on
1--- દેશમાં 'સૌને રસી, વિના મૂલ્યે રસી' આપવાના મહાઅભિયાનની શરૂઆત... એક જ દિવસમાં વિક્રમજનક 86 લાખથી વધુ લોકોએ લીધો કોરોના રસીનો ડોઝ... મધ્યપ્રદેશે પણ સર્જયો રેકોર્ડ,15 લાખથી વધુ લોકોનુ કરાયું રસીકરણ... તો કર્ણાટકમાં 10 લાખ લોકોને અપાઈ વેક્સિન..
2-- દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનને લઈને પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી.... કહ્યું, પુરજોશમાં ચાલી રહેલું રેકોર્ડ બ્રેક રસીકરણ અભિયાન છે ખુશીની બાબત... કોરોના સામેની જંગમાં વેક્સિનને ગણાવ્યું સૌથી શક્તિશાળી હથિયાર... તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 80 મિલિયન વેક્સિનના ડોઝ માંથી 55 મિલિયન ડોઝ ફાળવણીની કરી જાહેરાત...
3--- કોરોના સંક્રમણના કેસમાં ઉત્તરોત્તર થતાં ઘટાડાથી દેશવાસીઓની ચિંતા થઈ હળવી... 51 દિવસ બાદ દૈનિક સંક્મણ કેસની સંખ્યા 50 હજારથી ઓછી... છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 42 હજાર 640 નવા કેસ,જ્યારે 81 હજાર 839 દર્દીઓ થયા સ્વસ્થ, તો 2 હજાર 726 લોકોનાં મૃત્યું... રિકવરી દર વઘીને થયો 96.49 ટકા,
4--- રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત વિક્રમ જનક ઘટાડો યથાવત.... નવા 151 સંક્રમણ ના કેસ સામે , 619 દર્દી થયાં સાજા..... અમદાવાદમાં 36, સુરતમાં 26 ,રાજકોટમાં 12 અને વડોદરા અને જૂનાગઢમાં 10-10 ., નવા કેસ નોંધાયા... તો રાજ્યમાં વોક-ઈન-વેક્સિનેશન મહા અભિયાનના પ્રથમ દિવસે વિક્રમજનક 4 લાખ 87 હજાર લોકોને અપાઇ રસી..
5--- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ,... આજે અમદાવાદના બોડકદેવ ખાતે વૃક્ષારોપણ સહિતના અન્ય કાર્યક્રમોમાં આપશે હાજરી... તો સોમવારે સર્કિટ હાઉસમાં ઉચ્ચાધિકારીઓ સાથે બેઠક યોજી નવા બાંધકામ , અને કોવિડ સામેની કામગીરી અંગે કરી ચર્ચા...
6---અપાર લોકચાહના ધરાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આજે જન્મદિવસ.... નીતિન પટેલના સમર્થકો દ્વારા મહેસાણા અને કડીમાં રક્તદાન શિબિર, આરોગ્યલક્ષી કેમ્પ., વૃક્ષારોપણ સહિતના અનેક સેવાકીય અને જનહીતના કાર્યક્રમોનું આયોજન..
7----રાજ્ય ભરમાં જામી રહ્યો છે ચોમાસાનો માહોલ.. 125 તાલુકામાં નોંધપાત્ર વરસાદ,તો 22 તાલુકા સરેરાશ 1 ઈંચથી વધુ વરસાદ... સૌથી વધુ સુરતના ઉમરપાડામાં નોંધાયો સાડા ત્રણ ઈંચ વરસાદ.. જ્યારે સુરતના માંગરોળ, ભરૂચના અંકલેશ્વર અને ભાવનગરના મહુવામાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ.. ભરૂચના હાંસોટ અને મહિસાગરના લુણાવાડામાં પણ 2 ઈંચ જેટલો પડ્યો વરસાદ...
8--- ભારતીય શેરબજારમાં કારોબારી સપ્તાહના બીજા દિવસે જોવા મળી ફુલ ગુલાબી તેજી.... સેન્સેક્સે પહેલી વાર 53 હજારની સપાટી વટાવી, તો નિફ્ટી 15 હજાર 850ની સપાટીને પાર.. ટાઈટન, બજાજ ફિનસર્વ, મારૂતિ, ટાટા, બજાજ ફાઈનાન્સ., ઈન્ડસઈન્ડ બેંક સહિત સન ફાર્મા, ભારતી એરટેલ અને SBIના શેર્સ લાલ નિશાન સાથે ખુલ્યા...