Skip to main content
Settings Settings for Dark

Gujarat Rain | PM | AMIT SHAH | G20 |Amarnath Yatra 2023 | Mid Day News| 01-07-2023

Live TV

X
Gujarati

1... રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે ,,ગાંધીનગર ખાતે ,,સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની, મોડી રાત્રે લીધી મુલાકાત.. જામનગર, જુનાગઢ, કચ્છમાં થયેલા ભારે વરસાદને કારણે,, જનજીવન પર થયેલી અસર અંગે મેળવી વિગતવાર માહિતી..

2... રાજ્યના 128 તાલુકામાં મેઘમહેર.. વલસાડના ધરમપુર અને જૂનાગઢના ભેસાણમાં સૌથી વધુ  6 ઇંચ વરસાદ.. જૂનાગઢના વિસાવદરમાં અને અમરેલીના ધારીમાં  ખાબક્યો પાંચ  ઇંચ વરસાદ..  તો દક્ષિણ ગુજરાતને પણ ઘમરોળ્યું..  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ  ભારે વરસાદની આગાહી..

3.... રાજ્યમાં ભારે વરસાદના પગલે 218 રોડ થયા  બંધ.. 9 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 198 રોડ સહિત 11 અન્ય માર્ગો થયા બંધ.. સૌથી વધુ નવસારીના 67 માર્ગો પર અવરજવર થઈ  બંધ.. તો  NDRF ટીમો પણ કરાઇ  તૈનાત.. રાજકોટ, અમરેલી , વલસાડ, નવસારી,જામનગર ,  જુનાગઢ અને કચ્છમાં 1-1 ટીમ સ્ટેન્ડબાય..

4... પશુપાલકોના હિતમાં રાજ્ય સરકારે કર્યા મહત્વપૂર્ણ નિર્ણય.. રાજ્યમાં  નવા 68  પશુ દવાખાના-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું થશે નિર્માણ તો  પાંચનું કરાશે નવીનીકરણ.. 7 પશુ રોગ નિદાન લેબોરેટરી અને 10 વેટરીનરી પોલિક્લીનીકને 1 કરોડના ખર્ચે વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી કરાશે સુસજ્જ..
  
5...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  નવી દિલ્હીમાં ભારતીય સહકારી કોંગ્રેસના ઉદ્ઘાટન સમારોહમાં રહ્યા ઉપસ્થિત .. કેન્દ્ર સહકારી સમિતિઓ માટે વિકસિત કરાયેલ પ્રથમ ઇ-કોમર્સ પોર્ટલ "NCUI હાટ" કર્યું  લોન્ચ..  કહ્યું, પ્રથમ વાર સહકારનું અલગ મંત્રાલય અને અલગ બજેટની કરાઇ જોગવાઈ..સહકારી સમિતિઓ ટેકનોલોજી પર ભાર આપવા કર્યો અનુરોધ

6... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,આજે મધ્યપ્રદેશના શહડોલમાં ,રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશનનો કરશે પ્રારંભ.. પ્રધાનમંત્રી ,શહડોલ જિલ્લાના પકરિયા ગામના લોકો સાથે કરશે સંવાદ .. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા સડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી આ કાર્યક્રમમાં થશે સહભાગી..

7...મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત.. લકઝરી બસમાં આગ લાગતા 25 મુસાફરોના મોત.. બે લોકો ઘાયલ.. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ વ્યક્ત કર્યો શોક.. મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત..
 
8... પવિત્ર શ્રીઅમરનાથ યાત્રા આજથી જમ્મુ કશ્મીરના બાલતાલ અને પહલગામથી થઈ શરૂ.. 62 દિવસ સુધી ચાલનારી આ પવિત્રયાત્રા માટે કરાવાઇ છે સુરક્ષાની કડક વ્યવસ્થા..

9... દેશના અત્યારસુધીના સૌથી મોટા અપ્રત્યક્ષ કર સુધારો GST ને લાગુ થવાના 6 વર્ષ થયા પૂર્ણ.. 1 જુલાઇ 2017મા GST લાગુ થયા બાદ સરકારની આવક વધી.. ટેક્સની ચોરી રોકવામાં પણ મળી મદદ..

10...ભારતના સ્ટાર ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનો વધુ એક રેકોર્ડ.. ડાઈમંડ લીગમાં પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં  87.66 મીટર ભાલો ફેંકી જીત્યો ખિતાબ..

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply