Skip to main content
Settings Settings for Dark

અંબાજી : ગબ્બરમાં 51 શક્તિપીઠ પરીક્રમા મહોત્સવ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી યોજાશે

Live TV

X
  • અંબાજી આવતા શ્રદ્ધાળુઓને  એક જ સમયે 51 શક્તિપીઠોના પરિક્રમા થકી લ્હાવો મળે તેવા વિઝન સાથે સ્થાપિત કરાયેલા આ મંદિરોનું પાટોત્સવ આગામી તારીખ 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી 5 દિવસનો યોજાશે 

    જેમ જૂનાગઢમાં લીલી પરિક્રમા કરવામાં આવે છે તેજ રીતે ગબ્બરગઢની પણ પરિક્રમા શ્રદ્ધાળુઓ કરે ને જૂનાગઢની લીલીપરિક્ર્માની પરંપરા ચાલે છે તેવી એક પરંપરા અંબાજીમાં પણ પ્રસ્થાપિત થાય તેવા ઉદ્દેશને લઈ ત્રણ દિવસના બદલે આ રાજ્ય કક્ષાનો મહોત્સવ 5 દિવસ નો કરવામાં આવ્યો છે.

    અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જીલ્લા કલેકટર વરુન બરનવાલે વધુ માહીતી આપતા જણાવ્યુ હતુ કે, આ 5 દિવસ દરમિયાન ગબ્બર તળેટીમાં પાલખીયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો,પાદુકા ચામરયાત્રા, ધ્વજા ત્રીશુળ યાત્રા,મસાલ યાત્રા શક્તિયજ્ઞ સાથે ભજન મંડળીઓ દ્વારા ધાર્મિક સત્સંગના કાર્યક્રમો યોજવામાં આવશે જોકે હાલ તબક્કે આ પાટોત્સવ ને લઈ તમામ તૈયારીઓ પુર ઝડપ માં ચાલી રહી છે ને સમગ્ર આયોજન રાજ્ય સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના સયુકંત પણે કરવામાં આવી રહ્યુ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2025 Max Temp : °C Min Temp : °C
apply