અંબાજી જતી ખાનગી બસ અંબાજી-હડાદ માર્ગ પરથી ઘાટીમાં પડતાં 40થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત
Live TV
-
અંબાજી યાત્રાધામ ખાતે ચાલી રહેલા મેળામાં જતાં યાત્રિકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે આજ રોજ અંબાજી જતી ખાનગી બસ અંબાજી હડાદ માર્ગ પરથી ઘાટીમાં પડી જતાં મોટો અકસ્માત થયો છે.
અચાનક બસ ઘાટીમાં પડતાં લઝગરી બસના બે ટુકડા થઈ ગયા છે. આ અકસ્માતમાં મળતા સમાચાર મુજબ 40 થી વધુ મુસાફરોને થઇ ઇજા છે.
આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોમાં બાળકો,મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને 108 દ્વારા તેમજ પોલીસ વાહનોમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાનહાની ના હજી કોઈ સમાચાર નથી.
અન્ય ઇજાગ્રસ્તો ને ખાનગી કારમાં પણ દવાખાને પહોંચાડવામાં આવી રહ્યા છે.
