Skip to main content
Settings Settings for Dark

અંબાજી પગપાળા યાત્રાને ‘ઝીરો વેસ્ટ'નો ઉત્સવ બનાવવા માઇભક્તોને પર્યાવરણ મંત્રીની અપીલ

Live TV

X
  • ભાદરવી પૂનમના મેળાને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ

    ભાદરવી પૂનમ મેળા નિમિત્તે રાજ્યભરમાંથી લાખ્ખો ભાઈ ભક્તો ‘માં’ અંબાના દર્શન માટે પગપાળા અંબાજી જતા હોય છે. ‘માં’ અંબાની આરાધના એવી અંબાજી પગપાળા યાત્રાને લાખ્ખો માઈ ભક્તો શ્રદ્ધાની સાથે સાથે ‘ઝીરો વેસ્ટ’નો ઉત્સવ બનાવે તેમ, વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરાએ ગાંધીનગર ખાતે ‘અંબાજી પદ યાત્રા-ઝીરો વેસ્ટ’ ઉત્સવ પ્રસંગે જણાવ્યું હતું. અંબાજી પગપાળા યાત્રા 'હરિત યાત્રા'ની સાથે સાથે ઝીરો વેસ્ટ'નો ઉત્સવ બની રહે, તેવા ઉમદા હેતુથી પગપાળા જવાના માર્ગ પર ઉત્પન્ન થતા કચરાના એકત્રીકરણ અને યોગ્ય નિકાલ માટે ગાંધીનગરથી સ્વયંસેવકોની ટીમને વન અને પર્યાવરણ મંત્રી મૂળુ બેરાના હસ્તે રાજ્ય મંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ચ-0 નર્સરી, ગાંધીનગર ખાતેથી 'ફ્લેગ ઓફ' કરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.  

    વન અને પર્યાવરણ મંત્રીએ કહ્યું હતું કે, પ્રતિ વર્ષ “આશરે 25 થી 30 લાખ ભક્તો પગપાળા યાત્રા કરે છે. 300 કિમી જેટલા અંબાજી પગપાળા માર્ગ પર ઉદ્દભવતા કચરાનું વ્યવસ્થાપન કરી પર્યાવરણની જાળવણી કરવી આવશ્યક છે. આ “અંબાજી પદયાત્રા ઝીરો વેસ્ટ” ઉત્સવએ “શ્રધ્ધા સાથે પર્યાવરણના સંરક્ષણનો સમન્વય” બની રહેશે.” વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોનો નાનો પ્રયાસ સ્વચ્છતાનો મોટો સંદેશ આપે છે. ભાદરવી પૂનમે દર વર્ષે અંબાજી ખાતે યોજાતા સૌથી મોટા ધાર્મિક મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં યાત્રીઓ માટે પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

    મંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા ‘‘સ્વચ્છ ભારત, મિશન LIFE’’, જેવા અભિયાનો લોકભાગીદારીના સહયોગ થકી સફળ થયા છે. અંબાજી પગપાળા જતા યાત્રીઓને મદદરૂપ થવા-સેવા કરવા આ રૂટમાં આવતા વિવિધ ગામોના યુવક મંડળો, ગરબી મંડળો, વિવેકાનંદ કેન્દ્રો અને ડેરી જેવી સહકારી સંસ્થાઓ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તેવો અનુરોધ કરીને મંત્રીશ્રીએ અભિયાનમાં સહયોગી 100 સાયકલ સવાર સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

    ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCBના અધ્યક્ષશ્રી આર.બી.બારડે સ્વાગત સંબોધન કરતાં કહ્યું હતું કે, ભાદરવી પૂનમના મેળાની પદયાત્રા દરમિયાન આશરે 50 થી 55 ટન કચરો ઉત્પન્ન થતો હોય છે. જેના યોગ્ય નિકાલ માટે બોર્ડ દ્વારા નેપ્રા ફાઉન્ડેશન, સાબર ડેરી તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી અંબાજી પગપાળા માર્ગ પર પ્લાસ્ટિક પ્રદૂષણ થતું અટકાવી શકાશે.   

    આ પ્રસંગે મંત્રી સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જયારે ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’અંગે જાગૃતિ માટે શેરી નાટક પણ રજૂ કરીને ઉપસ્થિત મહાનુભાવો સહીત તમામે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવા અને સ્વચ્છતા માટે શપથ લીધા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply