અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનનું ઉત્થાપન કરાયુ, નવરાત્રિ પુર્ણ
Live TV
-
નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ્ટ સ્થાપન દરમિયાન વાવેલા જવેરાનું ઉત્થાપન કરવામાં આવ્યું છે.
નવ દિવસની ચૈત્રી નવરાત્રી હવે પૂર્ણતાની આરે છે ત્યારે આજે ચૈત્રસુદ અષ્ઠમીને અંબાજી મંદિરમાં યાત્રિકોની ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ્ટ સ્થાપન દરમિયાન વાવેલા જવેરાનું આજે ઉત્થાપન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજે અષ્ઠમીના રોજ ઉત્થાપન દરમિયાન વિશેષ આરતી પણ કરવામાં આવી હતી આઠ દિવસ દરમિયાન મંદિરના સભા મંડપમાં ઘટ્ટ સ્થાપનમાં ઉગેલા જવેરા જોતા આગામી સમય આર્થિક વૃદ્ધિ અને વરસાદની મિશ્ર પરિસ્થિતિ જોવા મળે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. વરસાદ પણ પ્રમાણસર રહેવાનો જવેરાની વૃદ્ધિના આધારે માનવામાં આવી રહ્યું છે. આજે આ ઉત્થાપન દરમિયાન ભટ્ટજી મહારાજે આરતી ઉતારી ગુજરાત સહીત દેશભરમાં સુખશાંતિ સમૃદ્ધિને રોગમુક્ત બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી