અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને વિધાન સભામાં શ્રદ્ધાંજલી પાઠવાઇ
Live TV
-
વિધાન સભામાં શાસક ભાજપ ,અને વિરોધ પક્ષ ,કૉંગ્રેસના સભ્યો એ ,ગઈકાલે રંઘોળા પાસે ,ગમખ્વાર માર્ગ અકસ્માત માં માર્યા ગયેલા ,૩૦થી વધુ જાનૈયાઓ ,અને લગભગ ,એટલી જ સંખ્યા માં ,ઈજા પામેલા લોકો પ્રત્યે ,દુ:ખ ની ,લાગણી વ્યક્ત કરી હતી. સૌ સભ્યો એ ,ઇજાગ્રસ્તો, સત્વરે સાજા થાય ,તેવી લાગણી પણ ,વ્યક્ત કરી હતી. અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી એ ખાસ કિસ્સા માં ,ભાવનગર ના અકસ્માત અંગે ની બાબતે ,ચર્ચા ને ,મંજૂરી આપી હતી. ભાજપ ના, મહુવા ના ધારા સભ્ય ,શ્રી આર.સી. મકવાણા એ ,અકસ્માતની ઘટના અંગે ,સરકારે, લીધેલા પગલાં અંગે ની ,જાણકારી માગી હતી. ગૃહ રાજ્યમંત્રી ,શ્રી પ્રદીપસિંહ જાડેજા એ, સરકારે અને પ્રશાસને લીધેલાં પગલાં ની ,વિગતવાર માહિતી આપી હતી. આ ચર્ચામાં ,કૉંગ્રેસના સભ્યો, શ્રી કુંવરજી બાવળીયા ,અને શ્રી અશ્વિન કોટવાલે પણ, ભાગ લીધો હતો.