Skip to main content
Settings Settings for Dark

અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં AMC સંપૂર્ણ સજ્જ

Live TV

X
  • મેયર હિતેશ બારોટ અને કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં વ્યાપક પૂર્વ તૈયારી

    વરસાદી સ્થિતિ સામે AMCનું સુઆયોજિત આયોજન; ગોતા-ગોધાવી કેનાલમાં ડી-સિલ્ટિંગ પૂર્ણ, પમ્પિંગ કામગીરી સાથે વોટરલોગિંગ નિવારણ માટે સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર....AMC દ્વારા શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે આંગણવાડીઓમાં પણ સોમવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તથા શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ અપનાવવા અપીલ કરવામાં આવી... નાગરિકોની સુરક્ષા માટે AMCનું આગોતરું આયોજન; ભારે વરસાદની આગાહી વચ્ચે સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર

    આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સમગ્ર શહેરમાં આગોતરા આયોજન સાથે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. મેયર હિતેશ બારોટના માર્ગદર્શન અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના સતત મોનિટરિંગ હેઠળ તમામ ઝોનમાં વરસાદી પરિસ્થિતિ પર યોવીસે કલાક નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, મશીનરી અને ડીવોટરિંગ પમ્પને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

    શહેરના વોટરલોગિંગની સંભાવના ધરાવતા વિસ્તારોમાં આગોતરા આયોજનના ભાગરૂપે ડીવોટરિંગ પમ્પ, જરૂરી મશીનરી તથા ફિલ્ડ ટીમોની તૈનાતી કરવામાં આવી છે, જેથી વરસાદ દરમિયાન કોઈપણ વિસ્તારમાં પાણી ભરાય તો તેનો તાત્કાલિક નિકાલ કરી શકાય. તમામ ઝોનલ અધિકારીઓ અને સંબંધિત વિભાગોને સતત ફિલ્ડમાં રહી પરિસ્થિતિનું મોનિટરિંગ કરવા તેમજ જરૂરી હોય ત્યાં ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

    નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં AMC દ્વારા શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે આંગણવાડીઓમાં પણ સોમવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તથા શક્ય હોય ત્યાં સુધી * વર્ક ફ્રોમ હોમ* અપનાવવા અપીલ કરવામાં આવી છે, જેથી વરસાદી પરિસ્થિતિ દરમિયાન ટ્રાફિક પરનું દબાણ ઘટે અને જનસુરક્ષા જળવાઈ રહે.

    તમામ ઝોનના સંવેદનશીલ વિસ્તારોમાં પણ વિશેષ સતર્કતા રાખવા માટે સંબંધિત અધિકારીઓને ફરીથી તાકીદ કરવામાં આવી છે. આવા વિસ્તારોમાં ફિલ્ડ ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે અને જ્યાં જરૂર જણાય ત્યાં તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરના વિવિધ તળાવોના જળસ્તરને નિયંત્રિત રાખવા માટે પાણીનું સ્તર ઘટાડવાની કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવી છે, જેથી ભારે વરસાદ દરમિયાન પાણી સંગ્રહની પૂરતી ક્ષમતા ઉપલબ્ધ રહે અને સંભવિત જોખમમાં ઘટાડો થાય.

    વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે AMC દ્વારા શહેરના વિવિધ કેનાલો, ડ્રેનેજ લાઇન અને જળાશયોની નિયમિત જાળવણી તથા સફાઈની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત ગોતા-ગોધાવી કેનાલના ગોરા-ઘુમા વિસ્તારમાં જમા થયેલી સિલ્ટ (માટી) તથા અન્ય અવરોધો દૂર કરવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. પરિણામે કેનાલની પાણી વહન કરવાની ક્ષમતામાં વધારો થયો છે, જે ભારે વરસાદ દરમિયાન વરસાદી પાણીના ઝડપી નિકાલમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

    આ ઉપરાંત ગોતા-ગોધાવી વિસ્તારના તળાવમાં ભરાયેલા પાણીનું હાઈ-કેપેસિટી પમ્પ દ્વારા સતત પમ્પિંગ કરીને કેનાલ તથા ડ્રેનેજ લાઈન મારફતે બહાર કાઢવાની કામગીરી હાલ પણ ચાલુ છે. આ કામગીરીના પરિણામે તળાવમાં પાણીનું સ્તર નિયંત્રિત થઈ રહ્યું છે તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવનામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. જ્યાં જરૂર જણાય ત્યાં ડી-સિલ્ટિંગ, પમ્પિંગ અને અન્ય તકનિકી કામગીરી તાત્કાલિક હાથ ધરવા માટે AMCની ટીમો સતત કાર્યરત છે.

    AMCના જણાવ્યા અનુસાર સમગ્ર વરસાદી પરિસ્થિતિ દરમિયાન સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, ઝોનલ કંટ્રોલ રૂમ તથા વિવિધ વિભાગો વચ્ચે સતત સંકલન જાળવીને નાગરિકોને ત્વરિત રાહત મળી રહે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કાર્યરત રાખવામાં આવી છે. મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને 24×7 સતર્ક રહી શહેરની પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવા, વરસાદી પાણીના ઝડપી નિકાલને પ્રાથમિકતા આપવા તથા નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ મહત્વ આપી કામગીરી કરવા સૂચના આપી છે. AMC દ્વારા ભારપૂર્વક જણાવાયું છે કે સમગ્ર વરસાદી સિઝન દરમિયાન શહેરમાં પાણીના સુચારુ નિકાલ, જનસુરક્ષા અને નાગરિકોને ત્વરિત રાહત મળે તે માટે તમામ વિભાગો સંપૂર્ણ સજ્જ રહી સતત કામગીરી કરી રહ્યા છે.

    અમદાવાદ શહેરમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાંથી નાગરિકોને મ્યુનિસિપલ શાળાઓમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રાખી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાત મુજબ સ્થળાંતર, આશ્રય, ભોજન સહિતની તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-08-2026 Max Temp : °C Min Temp : °C
apply