અનંત અંબાણીના જન્મદિવસે અંબાજી મંદિરને મોટી ભેટ: યાત્રી નિવાસ માટે 5 કરોડ અને અન્નક્ષેત્ર માટે 27.50 કરોડનું દાન
Live TV
-
રીલાયન્સ ઇન્ડસ્ટ્રીજના ચેરમેન મુકેશ અંબાણી ના સુપુત્ર અનંત અંબાણીના જન્મ દિવસને લઇ શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટમાં માતબર રકમના ભેટ ની જાહેરાત કરવામાં આવી છે.
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંદાજે રૂપીયા 13 કરોડ ના ખર્ચે વિશાળ યાત્રી નિવાસ બનવા જઇ રહ્યુ છે. જેમાં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીજના ઉદ્યોગ પતિ અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે આ યાત્રી નિવાસ માટે 17 રૂમ પેટે રૂપીયા 5 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે જેને લઇ અંબાજી મંદિર ટ્રસ્ટ ના અધીક કલેકટર અને વહીવટદાર કૌશીક મોદી એ માહીતી આપી હતી. એટલુંજ નહીં આ અગાઉ પણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલીત નિશુંલ્ક ભોજનાલય અંબાજી આવતા તમામ યાત્રિક બંને ટાઈમ ભરપેટ ભોજન મેળવી શકે તે માટે અન્નક્ષેત્ર માટે રૂપીયા 27.50 કરોડ ની તબક્કાવાર રોકડ રકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇ અનંત અંબાણી ના જન્મદિવસ ને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમની આ કામગીરી ને આવકારવાની સાથે તેમના દિર્ગાયુશ્ય માટે પ્રાથના કરવામાં આવી હતી.
