Skip to main content
Settings Settings for Dark

અનરાઘાર વરસતા મેહુલિયામાં NDRF અને SDRF નાગરિકોનું દિલધડક બચાવ કરી રહ્યા

Live TV

X
  • રાજ્યભરમાં બચાવ કામગીરી માટે NDRF અને SDRF ની ટીમ ખડેપગ જોવા મળી રહી છે

    હાલ, ગુજરાતમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. તેથી ગુજરાતમાં ઠેકાણે-ઠેકાણે ગોઠણ સમા પાણી ભરાયા છે. આ પરિસ્થિતમાં મોટાભાગના વિસ્તારોમાં જનજીવન ઠપ થયું છે. તો બીજી તરફ ગુજરાતી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારમાંથી નાગરિકોનું સ્થળાંતર કરાવ્યું છે. તેમ છતાં અનેક સ્થળો પર મેઘ કહેરના સકંજામાં નાગરિકો આવી રહ્યો છે. ત્યારે રાજ્યભરમાં બચાવ કામગીરી માટે NDRF અને SDRF ની ટીમ ખડેપગ જોવા મળી રહી છે.   

    છોટાઉદેપુરના મોટી ટોકરી ગામે નદીમાં ફસાયેલ યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મોટી ટોકરી ગામે ધસમસતી નદીમાં યુવતી ફસાઈ હતી જેને જિલ્લાની ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ સાડા ત્રણ કલાકનાં રેસ્ક્યુ બાદ સુરક્ષિત રીતે યુવતીને બહાર કાઢી સલામત સ્થળે ખસેડી હતી.

    દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની રહેણાક સોસાયટીમાં પાણી ભરાતા 25 જેટલા લોકોનું રેસ્ક્યુ કરી  સલામત સ્થળે નગરપાલિકાની ફાયર ટીમે ખસેડ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.  ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં 18 ઈંચથી વધુ વરસાદ પડતાં YKGN સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા  અને જરૂર જણાયે તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

    પોરબંદર નજીક ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભા મહિલાને સારવાર માટે લાવતી વખતે રસ્તો બ્લોક થઈ જતા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી સારવાર અપાઈ હતી. આજે વહેલી સવારે  રાણાવાવ તાલુકાના બિલેશ્વર અને ખંભાળા ગામની વચ્ચે એક સગર્ભા બહેન હતા તેમનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યાંથી એમ્બ્યુલન્સ મારફત રાણાવાવ નજીક ખોડિયાર માતાજીના મંદિર સુધી લાવવામાં આવ્યા હતા. એ દરમિયાન  રસ્તામાં મોટું વૃક્ષ પડેલ હોવાથી જે તે જગ્યાએથી 108 મારફત પોરબંદર ખાતે શિફ્ટ કરવામાં આવેલ છે.

    પોરબંદરના મોરાણા ગામે સીમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણીમાં ફસાયેલ એક વ્યક્તિ નેવીની મદદથી તંત્ર રેસ્ક્યુ કરવામાં આવ્યું. 27 ઓગસ્ટના રોજ રાત્રે જિલ્લામાં એક સાથે ત્રણ સ્થળોએ બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જેથી તંત્ર દ્વારા અલગ-અલગ ટીમ બનાવી કામગીરી કરવામાં આવી હતી. હાલ જિલ્લામાં ગામો પ્રભાવિત વિસ્તારમાં અસરગ્રસ્તોને જરુર પડ્યે મદદ કરવા તંત્ર એલર્ટ મોડ પર છે.

    વડોદરા શહેરના સાવલી રોડ સમા ખાતે પૂરના પાણીમાં ફસાયેલી ગયેલી સગર્ભા મહિલાનું રેસ્ક્યુ NDRF ની ટીમે ફાયર બ્રિગેડ સાથે મળીને કર્યું.  NDRF ની ટીમ ઘટના સ્થળે પહોંચી  હરણી સમા લિંક રોડ વિસ્તારમાં રાજ્ય ફાયર બ્રિગેડ સાથે સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી અને પતિ સાથે ગર્ભવતી મહિલાને સલામત બહાર કાઢી  હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply