'અનુસૂચિત જાતિ સૌરભ' સામયિક દ્વારા ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે જીલ્લા કક્ષાનો ઉજવણી સમારોહ યોજાયો
Live TV
-
ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર દ્વારા સમાજના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે 100 વર્ષ પૂર્વે 1924માં 'શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો' ત્રિસૂત્ર આપવામાં આવ્યુ હતુ, જે હાલના સમયમાં પણ કોઈ પણ સમાજના સર્વાગી વિકાસ માટે માર્ગદર્શક છે. રાજકોટથી પ્રકાશિત થતા 'અનુસૂચિત જાતિ સૌરભ' સામયિક દ્વારા ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે જીલ્લા કક્ષાનો ઉજવણી સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો ની ઉપસ્થિતિ માં ત્રિસૂત્ર "શિક્ષિત બનો, સંઘર્ષ કરો,સંગઠીત બનો" ની ઉજવણી રૂપે CSR સંકલ્પ પત્ર મુજબ બધાએ સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે બાબાસાહેબની છબીને પુષ્પમાળા અર્પણ કરી દિપ પ્રાગટય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અનુસુચિત જાતિ સૌરભના તંત્રી દિનેશભાઈ પરમાર દ્વારા આજના ત્રિસૂત્ર સમારોહની વિસ્તૃત માહિતી આપી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતુ. સંસ્થાના હોદ્દેદારો દ્વારા મહેમાનોનુ પુષ્પગુચ્છ શાલ તેમજ પ્રશસ્તિ પત્ર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
સમારોહના અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા તેમજ મુખ્ય અતિથિ તરીકે કૈયલ ધામના મહંત રમણમાડી ખાસ ઉપસ્થિત વચ્ચે સમાજમાં એકતા, ભાઈચારો જળવાઈ રહે અને શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ થાય એવા આશીર્વચન પાઠ્વ્યા હતા.
બિનરાજકીય અને બિનસાંપ્રદાયિક રીતે યોજાયેલ જીલ્લા કક્ષાની શૈક્ષણિક ચિંતન બેઠકમાં સમગ્ર જિલ્લામાંથી અનુસૂચિત જાતિના સામાજિક ક્ષેત્રે સેવારત કર્મશીલો, શૈક્ષણિક સંગઠનો, લેખકો, પત્રકારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત અનુસૂચિત જાતિના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે સંવૈધાનિકપણે મહેસાણા જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળની રચના અંગે પોતાના મંતવ્યો રજૂ કયૉ હતા. જાણીતા સાહિત્યકાર ડૉ.નરસિહદાસ વણકર તથા સમાજ કલ્યાણ વિભાગના નિવૃત નિયામક ડૉ. હસમુખભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
