Skip to main content
Settings Settings for Dark

અમદાવાદનાં પૂર્વ મેયર માલિનીબહેન અતીતનું અવસાન, આજે અંતિમયાત્રા

Live TV

X
  • અમદાવાદના પૂર્વ મેયર માલિનીબહેન અતીતનું ગત રાત્રે કેન્સરની લાંબી બીમારી પછી અવસાન થયું છે. તેઓ 1999માં સરસપુર વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા હતા. ત્યાર પછી અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક મેયર તરીકે 2000ની સાલ સુધી પદ ભારસંભાળ્યો હતો.

    ભાજપના પૂર્વ કોર્પોરેટર માલિનીબહેન સરસપુર વોર્ડમાંથી એકવાર અને નવરંગપુરા વોર્ડમાંથી બે વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. આમ તેઓ 3 ટર્મ માટે કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. માલિનીબહેન અમદાવાદ શહેરના મેયર તરીકે તા.20-07-1999થી 30-06-2000 સુધી રહ્યાં હતા. તેમના કાર્યકાળમાં એલિસબ્રિજ અને સરદાર બ્રિજનું એક્સપાશન થયું હતું. 

    શહેરીજનોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે રાસ્કા વોટર લાઈનની અભૂતપૂર્વ કામગીરી ટૂંક સમયમાં પાર પાડી હતી. તેમણે ખૂબ જ શાલિનતાથી તેમના શાસનકાળ દરમિયાન અનેક કામો કર્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં અનેક ઉદઘાટનો થયા હતા. તેઓએ એકા’દ વિવાદને બાદ કરતા મેયરની ગરીમાને છાજે તેવું સરાહનીય કાર્ય કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply