અમદાવાદના બોપલમાં લાગેલી આગની ઘટનામાં એક મહિલાનું મોત, 15થી વધુ લોકોનું રેસક્યૂ કરાયું
Live TV
-
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટીનિયમમાં મોડી રાત્રે આગ લાગી હતી જેમાં એક મહિલાનું મોત થયું છે. ઇસ્કોન પ્લેટીનિયમના આઠમાં માળ પર આગ લાગી હતી જે 20માં માળ સુધી આગ પહોંચી ગઇ હતી. આ આગમાં 15થી વધુ લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે.
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડીંગની બી વિંગમાં આઠમા માળે ભીષણ આગ લાગી હતી. 10થી વધુ ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ફાયરની ટીમ દ્વારા 15 લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યું હતું.
બધાને સ્મોકની અસર થઇ હતી જેને કારણે દર્દીઓને સરસ્વતી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.56 વર્ષીય મીનાબેન કમલેશભાઇ શાહ નામની મહિલાનું આ ઘટનામાં મોત થયું છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઘટનામાં ટેલિફોનિક વાતમાં સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ તમામ જરૂરીયાત પુરી કરવાની ખાતરી પણ આપી હતી. દેવ દિવાળીએ ફટાકડાને કારણે આ આગ લાગી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.