Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની ફટાકડાં ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, 9 વ્યક્તિના મોત

Live TV

X
  • અમદાવાદની ફટાકડાં ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક જ સેકન્ડમાં બ્લાસ્ટ થતાં 9 વ્યક્તિના જીવ ગયા હતાં. ધડાકાની તીવ્રતા એટલી વધારે હતી કે અંદાજે 500 મીટર દૂર ફેબ્રિકેશનની ફેક્ટરી ધણધણી ઉઠી હતી. આ ઘટના અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની ત્યારે આરોપી મેહુલ ડોડિયા હાજર હતો, તેને ઇજા પણ થઈ હતી જો કે તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ફેકટરી સંચાલક માતા રમીલાબેન-પુત્ર મેહુલ અને ભાગીદાર સાદીક સૈયદની ધરપકડ કરાઈ છે.  ગેહલોતે વધુમાં કહ્યું હતું કે, આ ફેક્ટરી બંધ કરાવાઈ હતી, તેમ છતાં ગણેશ ચતુર્થી માટે ફટાકડાનો ઓર્ડર મળતા આરોપી દ્વારા દાહોદથી મજૂરો લાવીને છેલ્લા 25 દિવસથી ફેક્ટરી ચલાવાતી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
apply