Skip to main content
Settings Settings for Dark

અમદાવાદને આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

Live TV

X
  • અમદાવાદને આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

    સાબરમતી રિવરફ્રન્ટ આજે ભારત અને જર્મનીની ગાઢ મૈત્રીનો સાક્ષી બન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અમદાવાદના વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સહભાગી થવા પહોંચ્યા હતા. ગુજરાતની પરંપરાગત મહેમાનગતિ જોઈને જર્મન ચાન્સેલર અભિભૂત થયા હતા.

    ભવ્ય સાંસ્કૃતિક સ્વાગત

    રિવરફ્રન્ટ ખાતે બંને નેતાઓનું આગમન થતા જ ગુજરાતના પારંપરિક નૃત્ય અને ગરબા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ભારતની આ સાંસ્કૃતિક ઝલકને ખૂબ જ રસપૂર્વક નિહાળી હતી અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.

    પીએમ મોદી અને ચાન્સેલરે હાથ અજમાવ્યો

    મહોત્સવની સૌથી યાદગાર ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલરે એકસાથે પતંગ ચગાવી હતી. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને જર્મની વચ્ચેના સંબંધોની મજબૂતીનો સંદેશ આ પતંગની ડોર સાથે આકાશમાં ગુંજ્યો હતો. રિવરફ્રન્ટનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું.

    વિશ્વભરના પતંગબાજોનો જમાવડો

    આ વર્ષે પતંગ મહોત્સવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ વિશાળ બન્યો છે. વિશ્વના 50 દેશોના 135 જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. વિવિધ આકારો અને કદની અવનવી પતંગોથી અમદાવાદનું આકાશ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતની મુલાકાતે આવેલા જર્મન પ્રતિનિધિ મંડળે આ ઉત્સવને વિશ્વનો સૌથી અનોખો અને જીવંત ઉત્સવ ગણાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply