અમદાવાદમાંથી ઝડપાયું 25.68 લાખનું એમડી ડ્રગ્સ
Live TV
-
SOGએ નારણપુરાના એક ફ્લેટમાં ડ્રગ્સની સિન્ડિકેટને 25.68 લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના ડ્રગ્સ માફિયાઓની સંડોવણીની આશંકા છે. પોલીસ ડ્રગ્સ સિન્ડિકેટના છ સભ્યોની ધરપકડ કરી છે.એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, ફતેહવાડી વિસ્તારમાં આવેલો મુસ્તકીમ શેખ એમડી ડ્રગ્સનો ધંધો કરી રહ્યો છે. જેણે મધ્યપ્રદશમાં રહેતા મોહમદ ખાન નામના શખસ પાસેથી ડ્રગ્સનો જથ્થો મગાવ્યો છે. મોહમદ ખાન, મુસ્તકીમ સહિતના લોકો નારણપુરા ખાતે આવેલી એલિફન્ટા સોસાયટીમાં એમડી ડ્રગ્સનો જથ્થાની લેવડદેવડ કરવાના છે. બાતમીના આધારે એસઓજીની ટીમ એલિફન્ટા સોસાયટીમાં પહોંચી હતી. જ્યાં જીગ્નેશ પંડ્યાના ઘરમાં રેડ કરી હતી. જીગ્નેશ પંડ્યાના ઘરમાં મોહમદ ખાન, મુસ્તકીમ ઉર્ફે ભુરો, ધ્રુવ પટેલ, મોહમદ એઝાજ શેખ, અબરાર ખાન પઠાણ હજાર હતા. એસઓજીએ તમામને કોર્ડન કરી લીધા હતા અને તેમની અંગઝડતી કરી હતી. તમામ પાસેથી એસઓજીની ટીમે સફેદ પાઉડર મળી આવ્યો હતો.
એસઓજીને એક સ્કોર્પિયો કાર પણ મળી આવી હતી. જેની તપાસ કરતા તેમાંથી પણ સફેદ પાઉડર મળી આવ્યો હતો. SOGએ તરત જ FSLની ટીમને જાણ કરી હતી. FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સફેદ પાઉડરનું પરિક્ષણ કરતા તે એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. SOGએ જીગ્નેશ પંડ્યા, મોહમદ ખાન, મુસ્તકીમ, ધ્રુવ પટેલ, મોહમદ એઝાજ, અબરાર ખાન પઠાણની ધરપકડ કરી હતી. તમામની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે, રાજસ્થાનના ડ્રગ્સ માફિયા સમીર પાસેથી જથ્થો લાવ્યા હતા. SOGએ તમામ પાસેથી 25.68 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે અને 3 લાખ રૂપિયાની સ્કોર્પિયો કાર જપ્ત કરી છે.