Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં અનોખો ઉત્સાહ

Live TV

X
  • અમદાવાદમાં અનોખો ઉત્સાહ: 'સેવાના રંગ, રાષ્ટ્રના સંગ' કાર્યક્રમમાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓએ બનાવી વિશાળ માનવ રંગોળી

    અમદાવાદ મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 'સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન' અંતર્ગત વસ્ત્રાપુરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસેવા અને રાષ્ટ્ર સમર્પણના ઉમદા સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરમાં અનેક આકર્ષણો જોવા મળ્યા હતા.

    મુખ્યમંત્રી અને દિગ્ગજ મહાનુભાવોની ઉપસ્થિતિ
    આ ભવ્ય આયોજનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને મહાનુભાવો વિશેષરૂપે ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કર્યું હતું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

    6 હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય માનવ રંગોળી
    કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિવિધ રંગોના પોશાક પહેરીને આવેલા 6 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી વિશાળ માનવ રંગોળી રહી હતી. અનોખી કલા અને અનુશાસન સાથે વિદ્યાર્થીઓએ આ માનવ રંગોળી દ્વારા દેશ પ્રત્યે સમર્પણ અને જનસેવાનો સંદેશ સમગ્ર રાજ્યને આપ્યો હતો.

    વિદ્યાર્થીઓની આ સહભાગિતા અને રંગોળીના દ્રશ્યોએ ઉપસ્થિત તમામ લોકોનું મન મોહી લીધું હતું અને આખું જીએમડીસી ગ્રાઉન્ડ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
apply