અમદાવાદમાં 'ઓપરેશન ડ્યુઅલ હન્ટ': 260 બાંગ્લાદેશીઓ ઝડપાયા, 166ની ધરપકડ
Live TV
-
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દિવસથી 'ઓપરેશન ડ્યુઅલ હન્ટ' ચલાવવામાં આવી રહ્યું છે.આ અભિયાન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 260 બાંગ્લાદેશી નાગરિકોને ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં આ લોકો પાસે વસવાટ માટેના કોઈ કાયદેસરના દસ્તાવેજો મળી આવ્યા ન હતા, જેને પગલે 166 બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના લોકોની પૂછપરછ અને તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે.
