અમદાવાદમાં 'કેચ ધ રેઇન': 1750 સરકારી ઇમારતોમાં વરસાદી પાણીના સંગ્રહની અદ્યતન વ્યવસ્થા
Live TV
-
અમદાવાદમાં ભૂગર્ભ જળસ્તર જાળવી રાખવા અને પાણીની વધતી માંગને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 'કેચ ધ રેઇન' અભિયાન પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત AMC હસ્તકની આશરે 1750 જાહેર ઇમારતોમાં રૂફ-ટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહી છે.આ સિસ્ટમમાં પાણીના ફિલ્ટરેશન માટે Apollo Screens પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વિકસિત સ્ટેનલેસ સ્ટીલ આધારિત 'વેજ વાયર સ્ક્રીન' અને અદ્યતન 'ટ્રિપલ ફિલ્ટર એસેમ્બલી'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી વરસાદી પાણીમાંથી પ્લાસ્ટિક, પાંદડા જેવી અશુદ્ધિઓ દૂર કરી તેને શુદ્ધ અને દુર્ગંધમુક્ત બનાવે છે, જે ભૂગર્ભ જળ રિચાર્જ માટે ઉત્તમ છે.1750 જાહેર ઇમારતો (હોસ્પિટલ, શાળા, લાઇબ્રેરી વગેરે).50 ટકા કામગીરી પૂર્ણ, ચોમાસા પહેલા 1000 સિસ્ટમ કાર્યરત થશે. પૂર્ણ ક્ષમતાએ કાર્યરત થયા બાદ દર વર્ષે અંદાજે 350 મિલિયન લિટર પાણીનું સંચય શક્ય બનશે.AMC દ્વારા આ પ્રોજેક્ટનું પાંચ વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ જનભાગીદારી દ્વારા ખાનગી રહેણાંક સોસાયટીઓમાં પણ આ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. આ પહેલ શહેરને 'ક્લાઇમેટ રિઝિલિયન્ટ' બનાવવા અને પૂરની સમસ્યા ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થશે.
