Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં રમાનારી IPLની ફાઈનલ મેચની ટિકિટોની કાળાબજારી કરતા 2 શખ્સો ઝડપાયા

Live TV

X
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રવિવારે રમાનારી IPL 2026 ની ફાઇનલ મેચ માટે ટિકિટોની ભારે માંગ વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાળાબજાર કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસની સતર્કતાને કારણે મેચ પહેલા જ ટિકિટોના કાળાબજારનો પર્દાફાશ થયો છે.

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રવિવારે રમાનારી IPL 2026 ની ફાઇનલ મેચ માટે ટિકિટોની ભારે માંગ વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાળાબજાર કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસની સતર્કતાને કારણે મેચ પહેલા જ ટિકિટોના કાળાબજારનો પર્દાફાશ થયો છે.

    શું હતી ઘટના?
    ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે, સિંધુ ભવન રોડ પર પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવ્યા હતા. તપાસ કરતા તેમની પાસેથી IPL ફાઇનલની 4 ટિકિટો મળી આવી હતી. આરોપીઓ આ ટિકિટો વધુ ભાવે વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

    ઝડપાયેલા આરોપીઓની વિગત
    માન પટેલ (19): રહે. ગેલેરિયા ટ્યૂલિપ, પ્રેમચંદનગર રોડ, બોડકદેવ.

    સફીક ઉર્ફે બની મોહમ્મદ અયુબ અંસારી (24): રહે. કામદાર મેદાન, ગોમતીપુર.

    ટિકિટનો ભાવ અને કાળાબજાર
    પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટિકિટોની અસલી કિંમત માત્ર 3,500 રૂપિયા હતી, પરંતુ આરોપીઓ તેને 10,000 રૂપિયાના તોતિંગ ભાવે વેચવાની ફિરાકમાં હતા. જોકે, ટિકિટ વેચાય તે પહેલા જ પોલીસે બંનેને દબોચી લીધા હતા.

    જપ્ત કરાયેલો મુદ્દામાલ
    પોલીસે ટિકિટો ઉપરાંત આરોપીઓ પાસેથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાતા મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે:

    એક Vivo મોબાઈલ (કિંમત 25,000 રૂપિયા)

    એક Apple iPhone 17 Pro (કિંમત 1,00,000 રૂપિયા)

    કુલ મુદ્દામાલ: આશરે 1,25,000 રૂપિયા.

    આ અંગે DCB પોલીસ સ્ટેશનમાં ગુજરાત પોલીસ એક્ટની કલમ 33(1)(Ex) અને 131 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં મોટી મેચો વખતે ટિકિટોના કાળાબજાર રોકવા માટે પોલીસ દ્વારા આ પ્રકારની કડક કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
apply