અમદાવાદમાં રાજયકક્ષાના મિલેટ મહોત્સવ 2025નું આયોજન
Live TV
-
અમદાવાદ ખાતે રાજયકક્ષાના મિલેટ મહોત્સવમાં મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ જમાવશે આકર્ષણ
રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં 8મી અને 9મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025' યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે, જ્યારે મિલેટ મહોત્સવના સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે.
અમદાવાદ ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવમાં અમદાવાદ શહેર જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ ભાગ લેશે. બે દિવસીય મિલેટ મહોત્સવમાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં અનેરૂ આકર્ષણ જમાવશે.
