Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં શાંતિ અને સુરક્ષા વચ્ચે ભગવાન જગન્નાથ કરશે નગરચર્યા

Live TV

X
  • આગામી 16 જુલાઈ, 2026ના રોજ અષાઢી સુદ બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે. આ ઐતિહાસિક અને આસ્થાભરી રથયાત્રાને શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને કોમી એકતાના માહોલમાં સંપન્ન કરવા માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણાપીઠ ખાતે મહત્ત્વપૂર્ણ ‘શહેર એકતા સમિતિ’ની બેઠક યોજાઈ હતી.

    મેયર હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક
    અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ધારાસભ્યો અને જગન્નાથ મંદિરના મહંત સહિતના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી.

    "રથયાત્રા શહેરની આસ્થા અને એકતાનું પ્રતીક છે"
    મેયર હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે, "ભગવાન જગન્નાથજીની રથયાત્રા માત્ર એક ઉત્સવ નથી, પરંતુ અમદાવાદની એકતાનું પ્રતીક છે. તંત્ર દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ન રહે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રૂટ પરના જર્જરિત મકાનોનું નિરીક્ષણ અને વૃક્ષોના ટ્રિમિંગ જેવી કામગીરી પણ ગતિમાં છે."

    યુદ્ધના ધોરણે તૈયારીઓ
    બેઠકના અંતે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, ગત વર્ષોના અનુભવોને ધ્યાનમાં રાખીને આ વખતે લાઇટિંગ અને સુરક્ષામાં અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે. ખલાસીઓને ઓળખ માટે ખાસ આઈ-કાર્ડ આપવામાં આવશે. પોલીસ અને કોર્પોરેશનની સંયુક્ત ટીમો સતત કામે લાગી ગઈ છે જેથી રથયાત્રા પરંપરાગત ઉત્સાહ અને સુરક્ષા સાથે સંપન્ન થાય.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply