અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા એર સેન્સર મશીન લગાવવા નિર્ણય
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર સેન્સર મશીન લગાવશે. આ મશીન એવા વિસ્તારોમાં લગાવવામાં આવશે જ્યાં પ્રદૂષણનું સ્તર વધુ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલા બજેટમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં એર સેન્સર મશીન લગાવવા રુપિયા 20 કરોડની રકમની ફાળવણી કરવામાં આવેલી છે.
શહેરમાં દર 500 મીટરના અંતરે એર સેન્સર મશીન મુકી એર કવોલીટી ઈન્ડેકસમાં ઘટાડો કરવા પ્રયાસ કરાશે. જે વિસ્તારમાં હવાનુ પ્રદૂષણ વધતુ જોવા મળશે ત્યાં તંત્ર તરફથી ત્વરીત પ્રદૂષણને ઘટાડવાના પ્રયાસ કરાશે.