Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં 2000 લોકોએ મતદાન કરવાનો સંકલ્પ લીધો

Live TV

X
  • લોકસભા ચૂંટણીમાં વધુમા વધુ લોકો મતદાન કરે તે ઉદ્દેશ્યથી અમદાવાદના ગોતા વિસ્તારમાં મતદાન જાગૃત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મા ઉમિયાની સાક્ષીએ 2000 લોકોએ મતદાન કરવા અને કરવવાના સંકલ્પ લીધા હતા. મહત્વનું છે કે વિશ્વઉમિયાધામની ટીમ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ગોતા વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. જેમાં 200થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

    વિશ્વઉમિયાધામના મતદાન જાગૃતિ અભિયાન અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે હતું કે, મતદાન ન કરનાર રાષ્ટ્રદોષી છે. જેને મતદાન નથી કર્યું તેને સરકાર સામે કોઈ પણ પ્રશ્ન ઉઠાવી શકે નહીં. હંમેશા મતદાન કરનાર જ પ્રશ્ન પુછી શકે છે. શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે મતદાન ફરજિયાત કરો. મતદાનના દિવસે જાહેર રજા છે એટલે ફરવા જતા રહેવાનું નથી, ફરજિયાત મતદાન કરવાનું છે. 

    મતદાન એ આપણી રાષ્ટ્રીય ફરજ છે જે નિભાવવા સવારે 10.30 વાગ્યા સુધીમાં સામુહિક મતદાન કરવાનું છે. સોસાયટી અને ગામના ફળિયાઓ એકી સાથે વધારેમાં વધારે લોકોએ મતદાન કરવાનું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply