અમદાવાદ ખાતે આજથી કાંકરિયા કાર્નિવલનો આરંભ
Live TV
-
અમદાવાદ ખાતે આજથી કાંકરિયા કાર્નિવલનો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આ કાર્નિવલનો પ્રારંભ કરાવશે. 31 ડિસેમ્બર સુધી ચાલનાર આ કાર્નિવલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થીમ સાથે લેસર શો નું આયોજન કરાયું છે.
વસુદૈવ કુટુંબકમ – થીમ પર આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ગરબા, રાજસ્થાનના ઘુમર નૃત્ય સહિત વિવિધ રાજયના કલાકારો દ્વારા કાર્યક્રમો પ્રસ્તૃત કરાશે. આ સાથે લોકડાયરો, હાસ્ય દરબાર સહિતના કાર્યક્રમો પણ યોજશે. ગુજરાત પોલીસ દ્વારા હોર્સ અને ડોગ શો યોજાશે. કાર્નિવલ દરમ્યાન નાગરીકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોઇ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. 1300 જેટલા પોલીસજવાનો સુરક્ષા માટે તૈનાત રહેશે.
25 મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલનાર કાર્નિવલનો સમય સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે. કાર્નિવલની ટિકિટ ઓફિશીયલ વેબસાઇટ મુજબ 20 રૂપિયા રાખવામાં આવેલ છે. કાર્નિવલમાં હોરર હાઉસ, લાફિંગ કલબ, યોગા ક્લાસીસ, ગુજરાત પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન, મેગા જાદુગર શો, સિનિયર સઇતિજન સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, ડોગ એન્ડ હોર્સ શો, રોલર કોસ્ટર રાઈડ, ફ્રૂટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન, ફાયરવર્ક ડિસ્પ્લે, વિવધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન પણ કરવામાં આવશે.