Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ જિલ્લામાં રવિવારે યોજાશે "નૉ યોર પોલિંગ સ્ટેશન" કેમ્પેઇન

Live TV

X
  • કેમ્પેઈન અંતર્ગત BLO દ્વારા 28 એપ્રિલના રોજ સવારે 9 થી 12.30 દરમિયાન પોલિંગ બુથ અને ત્યાં મળનાર સુવિધાઓની જાણકારી અપાશે

    લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદારોને મતદાનના દિવસે AMF (Assured Minimum Facility) આપવામાં આવે ઉપરાંત, મતદાન મથકના સ્થળની જાણકારી ઓળખના પુરાવા તેમજ આનુષાંગિક તમામ જાણકારી મળી રહે તે માટે Know Your Polling Station કેમ્પેઈનનું આયોજન 28 એપ્રિલ રવિવારના રોજ સવારે 9 થી 12.30 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે. 

    KYPS કેમ્પેઇન અંતર્ગત જે તે મતદાન મથકના BLOશ્રી કચેરી સમય દરમિયાન મતદાન મથકે મતદાર યાદી સાથે બેસશે તથા મતદાન મથકની મુલાકાતે આવેલા મતદારો મતદાર યાદીમાં તેઓના ક્રમથી માહિતગાર કરશે. દિવ્યાંગ મતદારો, ગર્ભવતી મહિલાઓ તથા 80 મતદારોને મતદાન માટે પ્રાધાન્યની બાબત, આદર્શ મતદાન મથક, યુવા સંચાલિત મતદાન મથક, મહિલા સંચાલિત મતદાન મથક, PWD સંચાલિત મતદાન મથકની જાણકારી આપશે. આ ઉપરાંત મતદારો મતદાન મથક પર ઉપલબ્ધ તમામ સુવિધાઓની માહિતી મેળવી શકશે. મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવાની પણ માહિતી પણ પૂરી પાડવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply