અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ અધિકારી કચેરી દ્વારા 2 નવીન ડિજિટલ પહેલ લોન્ચ કરાઈ
Live TV
-
અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આગામી બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તે માટે બે નવીન ડિજિટલ પહેલ લોન્ચ કરવામાં આવી. પહેલી પહેલમાં કુલ 262 પરીક્ષા કેન્દ્રોના ડિજિટલ રોડ મેપની લિંકની એક કોમન PDF બનાવીને તમામ શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે. જેમાં તમામ પરીક્ષા કેન્દ્રોના ગૂગલ લોકેશનની લિંક સહિત પરીક્ષા કેન્દ્ર નંબર, બિલ્ડિંગ નંબર, પરીક્ષા સ્થળનું નામ સ્થળ સંચાલકનું નામ અને તેમના મોબાઈલ નંબર પરીક્ષા કેન્દ્ર અનુસાર દર્શાવવામાં આવ્યા છે. તો, બીજી પહેલમાં 'અમૂલ્ય એક કલાક તજજ્ઞની ટિપ્સ સાથે'ના શીર્ષક હેઠળ પ્રશ્નપત્રના આગલા દિવસે વિષય નિષ્ણાત શિક્ષકોના વીડિયો સરળ રિવિઝન કરાવશે.
