Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મનપાના વિવિધ વિકાસના કામો માટે 702 કરોડની ફાળવણી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો માટે ૭૦ર કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો જનહિત સુખાકારી નિર્ણય કર્યો છે.

    આ રકમ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મહાનગરપાલિકાને ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરમાં રોડ રિસરફેસીંગ તથા માઇક્રો સરફેસીંગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો, પાણી પૂરવઠાના કામો તથા ફાયર સાધનો, તળાવ ડેવલપમેન્ટ વિગેરે માટે ૩પ૪.૮૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. બિલ્ડીંગ, શાળા, બોર્ડ ઓફિસ, મલ્ટીલેવલ પાર્કિગ જેવા સામાજિક આંતરમાળખાકીય વિકાસના ૬ કામો માટે ૮પ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અમદાવાદ મહા નગર પાલિકા વિસ્તારમાં ર રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અન્ડરબ્રીજના કામો માટે ૮ કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ ફાળવ્યા છે. 

    મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગતના રસ્તાના કુલ ૪૧ કામો માટે રૂ. ૯૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ ઉપરાંત રોડ, રસ્તા, પાણી, ગટર વિગેરેના હાલમાં કાર્યરત પ્રોજેકટસ માટે રૂ. ૧૬૪ કરોડ ફાળવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમગ્રતયા અમદાવાદ મહાનગર પાલીકા વિસ્તારના બહુવિધ વિકાસ કામો માટે ૭૦ર કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. આના પરિણામે અમદાવાદ મહાનગરના વિકાસ કામોમાં વધુ ગતિ આવશે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply