Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: મેદસ્વિતા ઘટાડવા અને સ્વાસ્થ્ય જાગૃતિ માટે AMC દ્વારા 'ફિટનેસ રન'નું આયોજન

Live TV

X
  • અમદાવાદ: મેદસ્વિતા ઘટાડવા અને સ્વાસ્થ્ય જાગૃતિ માટે AMC દ્વારા 'ફિટનેસ રન'નું આયોજન

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે શહેરના નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને મેદસ્વિતાનું પ્રમાણ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે સરદાર બ્રિજ રિવરફ્રન્ટ ખાતે 'ફિટનેસ રન'નું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ ફિટનેસ રનને મેયર પ્રતિભાબેન જૈન દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, દંડક, પક્ષના નેતા અને મોટી સંખ્યામાં કોર્પોરેશનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    બે કિલોમીટરની આ દોડમાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં યુવાનોની સંખ્યા નોંધપાત્ર રહી હતી. AMC નો આ પ્રયાસ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply