અમદાવાદ: રિવરફ્ન્ટ ખાતે આવતીકાલે સંગીતમય કાર્યક્રમ રજૂ કરાશે
Live TV
-
અમદાવાદમાં રિવરફ્રંટ ખાતે એરફોર્સ બેન્ડ પોતાનો સંગીતમય કાર્યક્રમ આવતીકાલે ચોથી ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યે રજૂ કરશે. વિશ્વના શ્રેષ્ઠ લશ્કરી બેન્ડમાં જેની ગણના થાય છે તેવા હવાઈ દળના બેન્ડનો જાહેર કાર્યક્રમ “આઝાદી કા અમ્રુત મહોત્સવ “ હેઠળ થઈ રહ્યો છે. કોરોના યોધ્ધાઓના ઋણ-સ્વીકારને સમર્પિત આ સંગીતમય કાર્યક્રમમાં 25થી વધુ વાદક કલાકાર જોડાશે અને દેશપ્રેમના ગીતો રજૂ કરશે. સૈન્યની યુધ્ધ કવાયત વખતે વગાડવામાં આવતા શૌર્ય ગીતો પણ આ કાર્યક્રમમાં રજૂ કરાશે. કોરોના યોધ્ધાઓનું આ કાર્યક્રમ નિમિત્તે સન્માન પણ કરશે.
