Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સિવિલની સફળતા: દુર્લભ બીમારીથી પીડાતી નવજાત બાળકીને મળ્યું નવજીવન

Live TV

X
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગે તબીબી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા, ‘બાયલેટરલ કોએનલ એટ્રેસિયા’ જેવી દુર્લભ અને જીવલેણ જન્મજાત ખામી ધરાવતી નવજાત બાળકીની સફળ સર્જરી કરી તેને નવજીવન આપ્યું છે.

    કચ્છના શ્રમિક પરિવારની ૨ કિલો વજન ધરાવતી આ બાળકી જન્મથી જ નાક દ્વારા શ્વાસ લઈ શકતી ન હતી. ભુજમાં સારવાર બાદ તેને અમદાવાદ સિવિલ લાવવામાં આવી હતી, જ્યાં નિદાન દરમિયાન બાળકીને 'બાયલેટરલ કોએનલ એટ્રેસિયા' હોવાનું સામે આવ્યું હતું. આ સ્થિતિમાં બાળકના નાકના પાછળના માર્ગ સંપૂર્ણ બંધ હોય છે.

    હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ એસ. જોશી અને ડૉ. ચારુલ મહેતાની ટીમે 12 મેના રોજ “એન્ડોસ્કોપિક ટ્રાન્સનેસલ કોઆનોપ્લાસ્ટી” સર્જરી કરી બાળકીનો બંધ શ્વાસમાર્ગ ખુલ્લો કર્યો હતો. એનેસ્થેસિયા ટીમની મદદથી કરાયેલી આ જટિલ સર્જરી બાદ ૫ દિવસ NICU માં રાખવામાં આવી હતી. હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે અને સામાન્ય રીતે શ્વાસ લઈ રહી છે.આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સિવિલની ટીમની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલોમાં લાખોનો ખર્ચ માંગી લેતી આવી જટિલ સર્જરી સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવી છે, જે ગરીબ પરિવારો માટે આશાનું કિરણ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
apply