Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ વડા ડૉ.‌ રાકેશ જોશીને ક્લિનિકલ લીડરશીપ એવોર્ડ એનાયત

Live TV

X
  • વર્ષ 2025 માં સર્વ પ્રથમ વખત ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડીયાટ્રીક સર્જન્સ દ્વારા શરૂ કરાયેલા એવોર્ડમાં ડોક્ટર જોશીને પીડીયાટ્રીક  સર્જન તરીકેની તેમની ક્લિનિકલ શ્રેષ્ઠતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકે તેમના દૂરંદેશી નેતૃત્વ તેમજ માનવતા વાદી અંગદાન કાર્યક્રમમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

    બે દાયકાથી વધુ સમર્પિત કાર્ય સાથે ડૉ. જોશીએ પેડિયાટ્રિક સર્જરી વિભાગને મૂત્રાશય એક્સસ્ટ્રોફી અને એડવાન્સ્ડ પેડિયાટ્રિક યુરોલોજી માટે  સેન્ટર ઓફ એક્સેલન્સમાં પરિવર્તિત કર્યું છે. 
    અત્રે નોંધનીય છે કે ૧૭ આંતરરાષ્ટ્રીય વર્કશોપ દ્વારા ૩૦૦થી વધુ જટિલ એક્સસ્ટ્રોફી- એપિસ્પાડિયા કેસોનું તેમણે સંચાલન કર્યું છે જેમાં વૈશ્વિક સહયોગનું પણ નિર્માણ કર્યું છે.
    અગ્રણી આંતરરાષ્ટ્રીય જર્નલોમાં તેમના કેશો પ્રકાશિત થયા છે. આમ વૈશ્વિક સ્તરે તેમણે ભારતના મેડિકલ શિક્ષણને આગવી ઓળખ અપાવી છે

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે પણ તેમણે અસાધારણ વહીવટી નેતૃત્વ દર્શાવ્યું છે. કોવિડ 19 રોગચાળા દરમિયાન ૧૨૦૦ બેડ અને ૫૦૦ બેડની COVID સુવિધાઓ નું સફળ સંચાલન  કરી, કરુણા અને કાર્યક્ષમતા સાથે  ભારતની સૌથી મોટી પબ્લિક હોસ્પિટલોમાંની એકનું સંચાલન કર્યું.

    હોસ્પિટલના અંગ દાન કાર્યક્રમના તેમના આગવા નેતૃત્વથી  ૬૪૪ થી વધુ સફળ અંગ દાન પ્રાપ્ત કરીને, સિવિલ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે ટોચનો સ્થાન તેમણે અપાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply