Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે 'NELS સ્કિલ લેબ'નું લોકાર્પણ

Live TV

X
  • મેડિકલ શિક્ષણમાં પ્રાયોગિક જ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય વાળી આધુનિક NELS સ્કિલ લેબ 1200 બેડ હોસ્પિટલમાં ખુલ્લી મુકાઈ, આધુનિક NELS સ્કિલ લેબનાં ક્રાંતિકારી પગલાથી મેડિકલ વિદ્યાર્થીઓ અને તબીબોને મળશે લાઇવ સિમ્યુલેશન તાલીમ

    અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત 1200 બેડ હોસ્પિટલ, મેડિસીટી ખાતે કેન્દ્ર સરકારના અનુદાનથી નિર્મિત અને બી. જે. મેડિકલ કોલેજ દ્વારા સંચાલિત National Emergency Life Support Skill Labનું ઉદ્ઘાટન આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાના વરદ હસ્તે અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

    રાજ્ય મંત્રીઓએ શું કહ્યું?

    આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું હતું કે, મેડિકલના વિદ્યાર્થીઓ માટે માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી પરંતુ વ્યવહારિક કૌશલ્ય અતિ આવશ્યક છે. આ અદ્યતન NELS સ્કિલ લેબના માધ્યમથી વિદ્યાર્થીઓને માનવ શરીરની રચના ધરાવતા પ્લાસ્ટિક સિમ્યુલેટર પર લાઈવ તાલીમ આપવામાં આવશે. અકસ્માત કે ગંભીર કટોકટીના સમયે 108 ઈમરજન્સી સેવા અને હોસ્પિટલની ટીમે ત્વરિત નિર્ણય લેવાનો હોય છે, જેમાં શ્વાસનળીમાં ચોક્કસ સ્થાન પર ઓક્સિજન પહોંચાડવો અને ઈમરજન્સી પ્રોટોકોલનું પાલન જેવી જટિલ બાબતો આ લેબ દ્વારા સરળતાથી શીખી શકાશે. અનુભવી પ્રોફેસરો દ્વારા અપાતી આ ઉચ્ચ સ્તરીય પ્રેક્ટિકલ તાલીમ દર્દીનો જીવ બચાવવા સાથે રાજ્યમાં માતૃ મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે.

    આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાએ કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા દેશભરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી કુલ 120 સ્કિલ લેબ પૈકીની આ લેબ શરૂ થવાથી આરોગ્ય ક્ષેત્રના ડોક્ટર્સ, નર્સીસ અને પેરામેડિકલ સ્ટાફને ખૂબ મોટો લાભ થશે. કટોકટીના સમયે દર્દીને સચોટ અને તાત્કાલિક સારવાર તેમજ સીપીઆર ટ્રેનિંગથી અનેક અમૂલ્ય જીવ બચાવી શકાશે.

    આ લોકાર્પણ પ્રસંગે નાયબ સચિવ વિપુલ વસાવા, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશી, ડીન ડૉ.મીનાક્ષીબહેન તેમજ કેમ્પસના સર્વે નિયામકઓ, અધ્યાપકો, પ્રોફેસરો અને મેડિકલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-08-2026 Max Temp : °C Min Temp : °C
apply