અમરેલીમાં પ્રથમ વખત વિશ્વની સૌથી નાની અને લુપ્ત થઈ રહેલી પૂંગનુર ગાય લવાઈ
Live TV
-
અમરેલી જિલ્લામાં સૌ પ્રથમ વખત વિશ્વની સૌથી નાની અને લુપ્ત થઈ રહેલી પૂંગનુર ગાય લાવવામાં આવી છે. આ પૂંગનુર ગાયનું સંવર્ધન કરીને ગાયોનો વિકાસ કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે. યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા દોઢ ફૂટની ગાય અને 2 ફૂટના નંદી લાવવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના ચલાલા ગામમાં આવેલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ એક ગીર ગાયની ગૌશાળા ચલાવે છે.
વિશ્વની સૌથી નાની ગાય પુંગનુર હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે તેની સુરક્ષા માટે આંધ્ર પ્રદેશમાં મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે ગાય રોજ 3 લીટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર 5 કિલો ચારો ખાય છે આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે ગાયને આ ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી છે આ ગાયની જાત હાલ લુપ્ત થઈ રહે છે.
જ્યારે આંધ્ર પ્રદેશમાં ગાય બચાવવા માટે ખૂબ જ સર્જનીય કાર્ય કરવામાં આવે છે. ભારત દેશમાં આ નાની પ્રજાતિની પૂંગનુર ગાય આંધ્રપ્રદેશના ચીતુર જિલ્લામાં જોવા મળે છે જે આંધ્ર પ્રદેશથી અમરેલી સુધી પહોંચી છે પૂંગનુર ગાય તેના કદનાં કારણે ખૂબ જ પ્રખ્યાત છે. આ ગાયની ઊંચાઈ બે ફૂટથી અઢી ફૂટ છે. તમે જેની લંબાઈ 3 ફૂટથી સાડા ત્રણ ફૂટ હોય છે.
જેથી ખુબ જ પ્રખ્યાત છે આખા દિવસમાં 5 કિલો ઘાસચારો ખાય છે અને 1 કિલો જેટલું ખાણદાણ ખાય છે અને દિવસમાં ત્રણથી 5 લીટર સુધી દૂધ આપે છે. લગભગ 112 વર્ષ જૂની માનવામાં આવે છે ગાયના દૂધના 3થી 3.35 ટકા ફેટ આવે છે. જ્યારે આ અમરેલી જિલ્લામાં આ પૂંગનુર ગાય પ્રથમવાર ચલાલા ખાતે આવી છે. જેને જોવાને દર્શનનો લાભ લેવા પણ લોકો આવે છે. ભારતની બજારમાં ગાયની કિંમત અંદાજીત 4 લાખ ગણવામાં આવે છે. ગાય નાની હોઈ છે જેથી તેના ભાવ લાખોમાં બોલાઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને યોગી આદિત્યનાથ પણ આ પૂંગનુર ગાય પોતાના નિવાસસ્થાને રાખી પૂજા કરે છે ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આ પૂંગનૂર ગાય આંધ્રપ્રદેશના કાકીનાડા ખાતેથી લાવવામાં આવી હતી. આ ગાયની સારી માવજત અને ત્યારબાદ આશ્રમ ખાતે આનું સંવર્ધન કરી અને અન્ય લોકોને આપવા માટે આ ગાયની ખરીદી કરવામાં આવી છે પૂંગનૂર ગાયનું સંવર્ધન કરીને ગાયોને વિકસિત કરવા અન્ય 37 જેટલી ગીરની ગાયો સાથે આ પુંગનુર ગાયને રાખવામાં આવે છે.
