Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં રૂ. 385 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત: રમતગમત અને આંતરમાળખાકીય સુવિધાઓને વેગ

Live TV

X
  • ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે મંગળવારે અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે રૂ. 385.48લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમરેલી જિલ્લાનો સર્વાંગી વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે.

    પોલીસ હેડક્વાર્ટર ખાતે રૂ. 306.37 લાખના ખર્ચે બેડમિન્ટન કોર્ટ, પીકલ બૉલ, ટેનિસ, બોક્સ ક્રિકેટ અને વોલીબોલ કોર્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે.શિક્ષણ અને પાયાની સુવિધાઓ: ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) હેઠળ ૨૧ આંગણવાડીઓમાં કમ્પાઉન્ડ વોલ (રૂ. 34.71લાખ), જેશિંગપરામાં કલ્વર્ટ નિર્માણ (રૂ. 24.58 લાખ), ભોજલપરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનું રસોડું (રૂ. 3.97 લાખ) અને પોલીસ હેડક્વાર્ટરમાં ટોઈલેટ બ્લોક (રૂ. 12.39 લાખ)નું કામ હાથ ધરાશે.મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમરેલીના લાલાવદર ખાતે અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ પણ ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય જિલ્લાના યુવાનોને રાજ્યકક્ષાની રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક સંજય ખરાત, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, અગ્રણી પી.પી. સોજિત્રા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીના જન્મદિવસ નિમિત્તે ટીમ અમરેલી નગરપાલિકા દ્વારા તેમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply