Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
અમરેલી: દિવાળીની રાત્રે એકબીજા પર આગના ગોળાઓ ફેંકીને ઈંગોરીયાનું યુદ્ધ રમવામાં આવે છે | DD News Skip to main content
Settings Settings for Dark

અમરેલી: દિવાળીની રાત્રે એકબીજા પર આગના ગોળાઓ ફેંકીને ઈંગોરીયાનું યુદ્ધ રમવામાં આવે છે

Live TV

X
  • સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જાણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવે છે.

    અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જાણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવે છે. રમતવીરો એકબીજા પર આગના ગોળાઓ ફેંકીને ઈંગોરીયાનું યુદ્ધ રમે છે. આ આગના ગોળાઓ ફેંકવાની પરંપરા રાજાશાહી વખતથી ચાલી આવે છે અને આ આગના ગોળાઓને હાથમાં સળગાવી, તેને એકબીજા પર ફેંકીને રમતવીરો આનંદ માણતા હોય છે. આ માત્ર સાવરકુંડલાના રણમેદાનમાં રમાય છે, અને પ્રતિસ્પર્ધી પીછેહઠ કરે તે માટે ઈંગોરીયા એટલે કે આગના ગોળાઓ હાથમાં રાખીને એકબીજા પર ફેંકવામાં આવે છે, જો કે, આ રમતમાં ક્યારેય કોઈ દાજતું પણ નથી અને ન તો કોઈને ઇજાઓ થાય છે. છતાં નગરપાલિકા તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફાયર ફાઇટર, અને એમ્બ્યુલન્સ જેવી સેવાઓ ઉપલબ્ધ કારવવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply