અમરેલી: શાપર ગામના પ્રગતિશીલ ખેડૂતે અપનાવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ
Live TV
-
ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યાં છે. અમરેલી જિલ્લાના શાપરના આવા જ એક ખેડૂત પાસેથી જાણીએ પ્રાકૃતિક કૃષિનો અનુભવ છે.અમરેલી જિલ્લાના શાપર ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયભાઈ સુદાણીએ 7 વીધા જમીનમાં બારાહી ખારેકના 125 માદા અને 5 નર પ્લાન્ટસ સહિત 130 પ્લાન્ટસનું વાવેતર કર્યું છે. તેમણે આ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે.
પ્રાકૃતિક ખેતીના ફાયદા એ છે કે ખર્ચ સાવ ઝીરો છે, ખાતર કે દવા કે વાપરવા પડતા નથી, આપણને ખારેકના ભાવ પોષણક્ષમ મળે છે, જમીનની ફળદ્રુપતા પણ વધે છે.7 વીઘામાં બારાઈ ખારેકનું વાવેતર છે. ગાય આધારિત ખેતી કરી છે. આ વર્ષે ઉત્પાદન અઢીથી ત્રણ લાખનું આવશે. આ સાત વીઘાના વાવેતરમાં ગવર્નમેન્ટ તરફથી પર પ્લાન્ટે 1250 રૂપિયાની સહાય મળી છે.
ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં રાસાયણિક ખાતર, દવાઓના ઉપયોગ થતો નથી, તેથી ખેતી ખર્ચ ઘટે છે. પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત ચીજવસ્તુની માગ પણ વધી રહી છે. જેથી ખેડુતોની પણ પ્રાકૃતિક કૃષિમાં રૂચિ વધી છે.
