Skip to main content
Settings Settings for Dark

અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર ભારતમાં પ્રથમ એવી સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સૈનિક સ્કૂલનું આજે ખાતમુહૂર્ત

Live TV

X
  • દૂધ સાગર ડેરી દ્વારા 75 કરોડના ખર્ચે અને 11 એકર જમીનમાં સૈનિક સ્કૂલનું નિર્માણ કરાશે

    મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સહકાર મંત્રી જગદીશ પંચાલની ગરિમામય ઉપસ્થિતિમાં આજ રોજ મોતી ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહુર્ત કરાશે.

    મોતી ચૌધરી સાગર સૈનિક સ્કૂલ મહેસાણાથી 11 કી.મી દૂર બોરીયાવી ગામે 75 કરોડના ખર્ચે અને 11 એકર જમીનમાં નિર્માણ કાર્ય કરવામાં આવશે. કોઈ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સૈનિક સ્કૂલ સમગ્ર ભારતમાં પ્રથમ સ્કૂલ હશે. દૂધ સાગર ડેરીની એજન્સી દૂધ સાગર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસીએસન (DURDA) દ્વારા આ સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે.રક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા તા.2 ઓગસ્ટ, 2022નાં રોજ સૈનિક સ્કુલ માટે પરવાનગી આપવામાં આવી હતી.

    આ સાગર સૈનિક સ્કૂલમાં વર્ષ 2022-23 એકેડેમિક વર્ષમાં ધોરણ-6માં 46 છોકરા અને 4 છોકરી એમ કુલ 50 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.જયારે વર્ષ 2023-24નાં એકેડેમિક વર્ષમાં સીટની સંખ્યા વધારીને 80 કરવામાં આવી છે. જેમાં 10% છોકરીઓ માટે આરક્ષિત કરાઈ છે. ધોરણ-6માં 51 છોકરા અને 4 છોકરી એમ કુલ 55 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. હાલમાં આ વિદ્યાર્થીઓ દૂધ સાગર ડેરી સ્થિત MIDFT (માનસિંહભાઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજી) માં અભ્યાસ કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply