અમિત શાહે ત્રિભુવન સહકારી યુનિ.નું કર્યુ ભૂમિપૂજન, આણંદમાં બનશે દેશની પ્રથમ સહકારી યુનિ.
Live TV
-
આજે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે આણંદની મુલાકાત લીધી હતી. તેમણે દેશની પ્રથમ ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયનું ભૂમિપૂજન કર્યુ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આણંદમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટી આકાર પામશે. આ યુનિવર્સિટીનું આજે ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આ યુનિવર્સિટીને અમુલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલનું નામ અપાયું છે.
આણંદના વિવિધ કાર્યક્રમો બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ આવવાના છે. જ્યાં સાયનસ સિટી ખાતે સહકારીતા પંચાયત સંવાદ કાર્યક્રમ યોજાશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી સહકારી આગેવાનો, સભાસદો અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં સહકારીતા પંચાયત સંદર્ભે સંવાદ કાર્યક્રમ યોજાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા એ વાત પર ભાર મૂક્યો છે કે, મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બનાવીને જ ભારતને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવી શકાય છે. ગ્રામીણ અર્થતંત્રમાં મહિલા નેતૃત્વને સશક્ત બનાવવા માટે તેમણે સહકારી મોડલને પ્રાથમિકતા આપી છે.
આ વિઝનને સુદ્રઢ બનાવતાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સહકારી ક્ષેત્રના માધ્યમથી ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ કર્યુ છે. ગુજરાતનું સહકારી મોડલ બન્યું મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ, મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો થયો છે જ્યારે આવક રુપિયા 9000 કરોડને પાર થઈ છે.
