અરવલ્લીઃ ખેડૂતે સરકારી સહાયથી કરી જામફળની બાગાયતી ખેતી, મેળવ્યો મબલખ પાક
Live TV
-
અમરેલી જિલ્લામાં ખુબ જ પ્રમાણમાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે ત્યારે જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના જાગૃત ખેડૂત ઘણા વર્ષ થી બાગાયતી પાક કરી રહ્યાં છે.
સરકારી યોજનાઓનો લાભ મેળવી સરકારી સહાયથી ટપક પાણીનાં ટાંકા બનાવવાની લોન સહિત ઘણી બધી સરકારી સહાયથી એક સુંદર બાગાયતી ખેતી કરી સારું એવું વળતર મેળવી રહ્યાં છે.
આ ખેડૂતનાં જણાવવા પ્રમાણે એક કલમ દીઠ 30 કિલોથી વધુ પાક આવે છે અને 300 ગ્રામથી 500 ગ્રામ વજનના ફળ આવે છે નજીક અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ માલ પહોંચાડી વર્ષે સારી આવક મેલવી રહ્યાં છે અને ખેડૂતોને આ પ્રગતિશીલ ખેડૂત ઉત્તમ ઉદાહરણ આપી બાગાયતી ખેતી કરવાની સલાહ આપી રહ્યાં છે.
ખેડૂત ધારે તો શું ન કરી શકે કારણ કે, ખેડૂત તો જગતનો તાત છે જો ખેડૂત ધારે તો ખેતી માંથી મબલખ પાકનું ઉત્પાદન કરી સમૃધ્ધ બની શકે તેનું ઉદાહરણ દુધાળાનાં ખેડૂતે જામફળની બાગાયતી ખેતી કરી પૂરું પાડ્યું છે.
