FONT SIZE
RESET
14-04-2018 | 1:10 pm
અરવલ્લી: અદ્યતન મશીનોથી સજ્જ જનરલ હોસ્પિટલ
અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકામાં ,કે.કે.શાહ આરોગ્યમંડળ સંચાલિત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલમાં નવીન આધુનિક સી.ટી.સ્કેન મશીન વસાવવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં 10 બેડની સગવડતા સથે નવો આઈસીયુ રૂમ બનાવાયો છે. સાથે સાથે ત્રણ નવા ઓપરેશન રૂમ તૈયાર કરાયા છે. જેથી અરવલ્લી, ખેડા, ગાંધીનગર, પંચમહાલ અને સાબરકાંઠાના લોકોને રાહત દરે સુવિધા ઉપલબ્ધ થાય છે. 312 બેડ ધરાવતી આ હોસ્પિટલને દાતાઓ દ્વારા દાન અને સરકારની આંશિક સહાયથી ચલાવાય છે. આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો સારવાર કરાવવા આવે છે. અહીં ડાયાલીસીસ, એક્સ-રે, ડેન્ટલ, સીટી સ્કેન, ઓપીડી ગાયનેક, સર્જીકલ, ઓર્થોપેડિક, યુરોલોજી, ફિજીયોથેરાપી જેવા વિભાગ કાર્યરત છે.
સીએમ રુપાણીએ બાબાસાહેબ આંબેડકરને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા
Previous Story
પોરબંદર નજીક બરડા ડુંગરમાં ભારતીય નેવીનું UAV ક્રેશ
Next Story