Skip to main content
Settings Settings for Dark

આંગણવાડીમાં બાળકોની સુષુપ્ત શક્તિઓને ખીલવવી એ જ ઉત્તમ કર્મ: ધર્મિષ્ઠાબેન ગજ્જર

Live TV

X
  • ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે, બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખી, પરખી અને વિકસાવવી એ જ આંગણવાડીનું સર્વોત્તમ કાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે બાળકોમાં સંવેદના, સ્વચ્છતા અને સંસ્કૃતિ જેવા મૂલ્યોનું સંવર્ધન કરનાર આંગણવાડી કાર્યકરો જ સાચા પ્રહરી છે.

    મહિલા સેવા સંઘ, ચાંદખેડાના ઉપક્રમે વિસતમાતા મંદિર વિસ્તારની આંગણવાડી. ધર્મિષ્ઠાબેન ગજ્જરે આંગણવાડીના બાળકોને જરૂરિયાત મુજબની સાધન-સામગ્રીની કિટ્સ અને વિવિધ હરીફાઈના વિજેતા ભૂલકાઓને ઇનામ વિતરણ કર્યું હતું. તેમણે વાલીઓને બાળકોને મોબાઈલ જ્ઞાનનો ઉપયોગ સમજપૂર્વક કરાવવા અને વિશ્વવિભૂતિઓના જીવન વિશેના પુસ્તકો વાંચવા પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર રીટાબેન પટેલ અને રાકેશ બ્રહ્મભટ્ટ, મહિલા સેવા સંઘના પ્રમુખ તરલાબેન વાણીયા સહિત અનેક સામાજિક અગ્રણીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply