આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી
Live TV
-
રાજ્ય સરકારની સેવાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ રિક્રુટમેન્ટ ડ્રાઈવથી ભરતી પ્રક્રિયા આવનારા વર્ષોમાં હાથ ધરવાના સંવેદના સ્પર્શી અભિગમ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડ ગુજરાત બ્રાંચ દ્વારા સન્માન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસના ઉપલક્ષમાં નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઈન્ડની ગુજરાત શાખાના દસ જેટલા પ્રજ્ઞાચક્ષુઓએ લીધી હતી. દિવ્યાંગોને સમાજની મુખ્ય ધારામાં આગળ ધપાવવાં તેમજ તેમના પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના ઉદ્દાત ભાવ સાથે દર વર્ષે ત્રીજી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2024ના આ વર્ષના આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની થીમ 'સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવું' રાખવામાં આવેલી છે.
દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ-ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરીને નિયમાનુસાર સમગ્રતયા અંદાજે 21 હજારથી વધુ જગ્યાઓ પર દિવ્યાંગ વ્યક્તિઓની આવનારા વર્ષોમાં ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
