Skip to main content
Settings Settings for Dark

આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા યોજાયેલા નવરાત્રીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા ગાંધીનગરમાં યોજાયેલા નવરાત્રી ગરબા ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને માં આદ્યશક્તિની આરતી આરાધના કરી હતી.

    આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશનના પ્રમુખ અને મુખ્ય સચિવના ધર્મપત્ની જ્યોત્સના જોષી અને મુખ્ય સચિવપંકજ જોષી, વરિષ્ઠ સચિવઓ તેમજ એસોશિએશનના અન્ય પદાધિકારીઓએ મુખ્યમંત્રીનો આ ગરબા ઉત્સવમાં ભાવ ભર્યો સત્કાર કર્યો હતો.

    મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવઓ, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તથા હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ડો. એ.પી.સિંઘ અને રાજ્ય સરકારમાં સેવારત અને નિવૃત્ત સનદી અધિકારીઓ અને તેમના પરિવારજનો આ ગરબા ઉત્સવમાં સહભાગી થયા હતા.આદ્યશક્તિની આરાધનાના નવરાત્રી પર્વમાં દર વર્ષે આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply