આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની થઈ શરૂઆત
Live TV
-
રાજ્યમાં આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની શરૂઆત થઇ. 18મી જાન્યુઆરીથી 17મી ફેબ્રુઆરી દરમિયાન ટ્રાફિકના નિયમો તથા માર્ગ અકસ્માત નીવારવાના પગલાં અંગે વિવિધ કાર્યક્રમો વડે લોકજાગૃતિ કેળવાશે.
આ વખતે શું હશે ખાસ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસમાં?
- 18મી જાન્યુઆરીએ માર્ગ સલામતી, સ્વચ્છતા, કોરોના વોરીયરનું સન્માન, બ્લેક સ્પોટ વેરીફીકેશન જેવા કાર્યક્રમો હાથ ધરાશે.
- 20થી 25મી જાન્યુઆરી દરમિયાન રેલી, મેરેથોન દોડ, તથા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ ઝુંબેશ જેવા કાર્યક્રમો હાથ ધરાશે.
- 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા પરિસંવાદો, ડ્રાયવરોની તબીબી તપાસ, આંખની તપાસ જેવા કાર્યક્રમો હાથ ધરશે.
- 11 અને 12 ફેબ્રુઆરીએ દિવ્યાંગો માટે પરિસંવાદ,
- 13 તથા 14મી ફેબ્રુઆરીએ મોટરવાહન વીમો તથા માર્ગ સલામતીને લગતા કાર્યક્રમો યોજાશે.
આ બધા જ કાર્યક્રમોમાં RTO પોલીસ આરોગ્ય વિભાગ, વીમા કંપનીઓ તથા NGO જોડાશે.
