આજથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં કરશે બજેટ રજૂ
Live TV
-
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી મળી રહ્યું છે જે 29 માર્ચ એટલે કે 35 દિવસ ચાલશે. જોકે આ વખતે બીજા અને ચોથા શનિવારને બાદ કરતાં તમામ શનિવારે વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય નવા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ખાતે મળનાર આ બજેટ સત્ર સરકાર અને કોંગ્રેસ માટે મહત્વનું બની રહેશે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને રાહતો બજેટ સત્રમાં જાહેર કરવામાં આવશે અને મહત્વના વિધેયકો લાવવામાં આવશે ત્યારે ગુજરાત વિધાનસભામાં સત્ર અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બજેટ સત્ર અગાઉ બુધવારે વિધાનસભા કામકાજ સમિતિની બેઠક મળી હતી જેમાં ગૃહની કાર્યવાહી અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.
સત્રના પ્રથમ દિવસે એટલેકે 23 ફેબ્રઆરીએ રાજ્યપાલના સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ શોક દર્શક ઉલ્લેખ અને સરકારી વિધેયોની સરકારી કામકાજ કરવામાં આવશે ત્યારબાદ બીજા દિવસે એટલે કે 24મી ફેબ્રુઆરીએ વર્ષ 2023-2024 નું બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં બજેટ રજૂ કરશે.